માળિયા (મિયાણા) : આવતીકાલે તારીખ 14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામે સરદાર ચોક ખાતે સાંજે 6 કલાકે અને ખાખરેચી ગામે રામજી મંદિર ચોક ખાતે રાત્રે 9 કલાકે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતોના વિવિધ પ્રશ્નો તેમજ ખેડૂતો ઉપર થતા અન્યાય અને અત્યાચાર અંગે માળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા સરવડ અને ખાખરેચી ગામે ખેડૂત સંમેલન યોજાશે. આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ અને પૂર્વ કચ્છ યુથ કોંગ્રેસ પ્રમુખ નીતિશભાઈ લાલન, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે. તો આ ખેડૂત સંમેલનમાં માળિયા તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો તથા ખેડૂત મિત્રોને પધારવા માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.