રોડના કામો તાત્કાલીક પૂર્ણ કરી દેવાશે, જેથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે : સિટી ઈજનેરમોરબી : મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ પ્રગતિમાં છે. આ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરાશે. જેથી શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે. મોરબી શહેરમાં કેસર બાગ થી એલ.ઈ.કોલેઝ સુધી રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જે જેમાં હાલે ૩૫૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. રૂ.૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલથી એસ.પી.રોડ સુધી સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલ ૧૦૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. રૂ.૫૭.૯૬ લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૧.૨.૩ માં સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલ શેરી નં-૨ અને ૩ માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને શેરી નં-૧માં કામ પ્રગતિ હેઠળ છે. રૂ.૫૦.૫૫ લાખના ખર્ચે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલે ૩૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. અને રૂ.૧૮.૬૧ લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી.રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ ૧૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે.આ કામો તાત્કાલીક પૂર્ણ કરવામાં આવશે. સદર કામો પૂર્ણ થયેથી શહેરીજનોની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે અને નવીન સુવિધા મળશે તેમ સીટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.