મોરબી : બંધુનગર પાસે હાઇવે ઉપર આજે એક આઇસર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. લાકડા ભરેલું આઇસર વળવા જતું હતું. તે વેળાએ પાછળથી ડમ્પરે ઠોકર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતને પગલે થોડી વાર માટે લોકોના ટોળા જામી ગયા હતા.