રીંગણાના ભાવ વધીને 1300 રૂપિયા પ્રતિ મણે પહોંચ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 13 સપ્ટેમ્બર ને શનિવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, ચણા, ગુવાર બી અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 389 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 543 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 122 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1934 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 950 રૂપિયા, જીરુંના 3480, બાજરાના 465, ચણાના 1064, ગુવાર બીના 750 અને કાળા તલના 3300 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 300 રૂપિયા, રીંગણાના 1300 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 360 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.