મોરબી : રાજકોટ ડિવિઝનના લાખાબાવળ–પીપળી–કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે, કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી 15 ઓક્ટોબર, 2025 સુધી આંશિક રીતે રદ રહેશે. આંશિક રીતે રદ થયેલી ટ્રેનો1) ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલઆ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી પોરબંદરથી ઉપડીને માત્ર ગોપજામ સુધી જ દોડશે અને ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.2) ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલઆ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ઉપડશે અને કાનાલુસ–ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે, મુસાફરોને વિનંતી છે કે તેઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લે, જેથી કોઈ અસુવિધા ન થાય.