મોરબી : 11 સપ્ટેમ્બર 2025ના રોજ NDD નેશનલ ડિવોર્મિંગ ડે એટલે કે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં 1 થી 19 વયના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમિ નાશક દવા આપવામાં આવે છે. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડાના સેજામાં આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જીકિયાળી દ્વારા વિસ્તારમાં આવતી સ્કૂલો અને આંગણવાડીમાં આલ્બેન્ડાઝોલ ગોળી ચાવીને ખવડાવવામાં આવી હતી. જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર જીકિયાળીના CHO ધવલ સોલંકી, આરોગ્ય કાર્યકર દીવ્યેશ આલગોતર તેમજ શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, તથા આયુષમાન આરોગ્ય મંદિર જીકિયાળીના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.