મોરબી : આજ રોજ તારીખ 12/09/2025 ના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના નવાડેલા રોડ પર પ્લાસ્ટિક પ્રતિબંધિત ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ દુકાનોમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં SI, SSI અને ઓફિસ ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આસામીઓ વિરુદ્ધ દાંડકીય કાર્યવાહી કરી કરવામાં આવી હતી અને 37.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા 37,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મામલે તપાસ કરતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.