મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 12 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, સોયાબીન, ચણા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 280 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 547 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 140 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1970 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 1026 રૂપિયા, જીરુંના 3490, બાજરાના 458, તુવેરના 1189, સોયાબીનના 822, ચણાના 1056 અને કાળા તલના 4002 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 300 રૂપિયા, રીંગણાના 1000 રૂપિયા, કારેલાના 300 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.