મોરબી: મોરબી મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોક-રસ્તાઓ પર રાત્રિ દરમિયાન પૂરતી રોશની જળવાઈ રહે તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રયાસોના ભાગરૂપે શહેરના અનેક મહત્વના માર્ગો પર બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે.જેમાં મયુર બ્રિજ, નવાડેલા રોડ, ગાંધી ચોકથી રવાપર ચોકડી, રેલવે સ્ટેશન મેઇન રોડ, કેનાલ રોડ, રેલવે સ્ટેશનથી સુપર ટોકીઝ સુધીનો રોડ, વાવડી મેઇન રોડ, નૂતન સ્ટુડિયોથી આરવાદ પાન સુધીનો રોડ અને દરબારગઢથી જૂના બસ સ્ટેન્ડ સુધીના માર્ગો પરની લાઇટો સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવી છે. તેમજ આગામી સમયમાં શહેરના બાકી રહેલા વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબના સ્થળો પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પૂરી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.