શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, કલા, રમતગમત, ધર્મ અને અન્ય ક્ષેત્રોમાં મોરબીનું નામ રોશન કરનાર મહાનુભાવો વિશે સૌને માહિતગાર કરાશે મોરબી : મોરબીમાં 10 લાખ વૃક્ષોના મિયાવાકી જંગલ નમો વનને 17 સપ્ટેમ્બર, 2025ના રોજ, પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમને અર્પણ કરવામાં આવશે. ત્યારે આ સમારોહમાં મોરબી જિલ્લાને ગૌરવ અપાવનાર 75 મહાનુભાવોની પરિચય પ્રદર્શનની પણ મૂકવામાં આવશે.આ જંગલ બનાવવાનું કામ હાલમાં પૂર્ણતાના આરે છે અને આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેને પ્રધાનમંત્રીને સમર્પિત કરવામાં આવશે. ત્યારે આ સમારોહ સ્થળે અલભ્ય પરિચય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીમાં મોરબી જિલ્લાને ગૌરવ અપાવનાર 75 દિવંગત મહાનુભાવોની ગાથા રજૂ કરવામાં આવશે. આ મહાનુભાવોએ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, કલા, રમતગમત, ધર્મ અને અન્ય ક્ષેત્રોમાં મોરબીનું નામ રોશન કર્યું છે. આ પ્રદર્શનથી લોકોને એવા અજાણ્યા નાયકો વિશે જાણવા મળશે જેમણે જિલ્લાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ નાગરિકો, તેમના મિત્રો અને સંબંધીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વ્યક્તિગત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.