મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા મે 2025થી 09 સપ્ટેમ્બર 2025 સુધી 175 પશુમાલીકોના 1150 પશુનું રજીસ્ટ્રેશન કરાયું છે. અને 152 પશુઓનું RFID અને ટેગીંગ કરવામાં આવ્યું છે. RFID અને ટેગીંગ કરવાનું બાકી રહેતા પશુમાલિકોને પોતાના પશુનું RFID અને ટેગીંગ કરવા મહાપાલિકાએ અપીલ કરી છે. મોરબી મહાનગરપાલિકાના હદમાં આવતા પશુ માલિકોને પોતાનું પશુનું રજીસ્ટ્રેશન બાકી હોય તો પ્રાણી રંજાડ અંકુશ શાખાનો સંપર્ક કરી પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.