મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ)ના સુપુત્ર વંશરાજસિંહના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રેન બસેરા) ખાતે નિરાક્ષિત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકો, વડીલો, વૃધ્ધોને નાસ્તો કરાવી તેમના આશીર્વાદ મેળવીને એક સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.