મોરબી : ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટક દ્વારા તા. 14-9-2025ને રવિવારના રોજ સવારે 9:30 કલાક દરમ્યાન સન્માન સમારોહનું આયોજન તથાગત બૌધ્ધ કમ્યુનિટી હોલ, ભડિયાદ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વર્ષ 2025ના SSC, HSC તેમજ સ્થાનક કક્ષાએ ઉત્તીર્ણ થયેલ ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ નિવૃત અને નવનિવૃત કર્મચારી સન્માન કરવામાં આવશે. જેમાં સેશન - 1 માં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સેશન -2 સાધારણ સભામાં નવા પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવશે. આ કાર્યક્રમ સંપન્ન થયે સ્વરૂચી ભોજનનું આયોજન પણ કરાયું છે.