મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તારીખ 11 સપ્ટેમ્બરના રોજ મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી પાર્થભાઈ ગડારા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણી તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિનું પ્રદર્શન નિહાળ્યું હતું. જેનાથી બાળકોને વ્યસનના દુષ્પરિણામ વિશે યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ હતી.