સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ તેમજ ઋષિ કુમારો, ભૂદેવો તથા આચાર્ય દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થના પણ યોજાશેમોરબી: મોરબીના બ્રહ્મ પરિવાર માટે ઠાકર પરિવાર દ્વારા એક પુણ્યશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ચંદ્રકાંત નવલશંકર ઠાકરના પ્રથમ શ્રાદ્ધ તર્પણ અર્થે દિવ્ય બ્રહ્મચોર્યાસી નિમિત્તે કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકર પરિવાર દ્વારા પિતૃસ્મૃતિ કાર્યક્રમ તેમજ બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ તારીખ 13 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. પટેલ સમાજ વાડી, શનાળા ખાતે બપોરે 04:00 થી 05:30 કલાકે પિતૃ સ્મૃતિ કાર્યક્રમ શરૂ થશે અને સાંજે 5:30થી 08:00 કલાકે બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબીમાં વસતા તમામ ભૂદેવોને ઠાકર પરિવાર દ્વારા સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં જાણીતા લોકસાહિત્યકાર, લેખક, ઉત્તમ શિક્ષક અને હાસ્યકલાકાર સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ ઋષિ કુમારો, ભૂદેવો તથા આચાર્ય દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું પણ આયોજન કરાયું છે.