મોરબી : તારીખ 9-9-2025ના રોજ પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાનના 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારતની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર -મોરબી ખાતે મોરબીની છેલ્લા ત્રણ વર્ષથી સતત સમાજ સેવા આપતી અને ટીબી ના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના 5 દર્દીને કીટ આપવામાં આવી હતી. આ દરમ્યાન DTO ધનસુખ અજાણાએ અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી.