મોરબી : મોરબી મહાપાલિકાએ ફાયર સેફટીને લઈને અગાઉ આપેલી નોટીસને પગલે શહેરમાં ૫૬ કોમ્પ્લેક્ષ અને ૨૨ સમાજવાડીએ ફાયરની સીસ્ટમ લગાવવાની કામગીરી કરી છે. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં મહાપાલિકાની ટીમે ચેકીંગની કામગીરી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૨ થી તા.૮ સુધીમાં ૦૩ સ્કૂલમાં ૨૦૧ બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૫૬ કોમ્પ્લેક્ષ અને ૨૨ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ અઠવાડિયામાં ૦૨ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. તેમજ આ અઠવાડિયામાં મોરબી જિલ્લામાં ત્રણ રેસ્ક્યુ કોલમાં મોરબી મહાનગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા બોડીની શોધ ખોળ કરવામાં આવેલ, આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ - (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.