મોરબી: મોરબીના વાવડી રોડ પરની મધરાસે અનવરે ખ્વાજા સોસાયટી સહિતના યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશ અને દુનિયામાં ગમે ત્યારે કોઈપણ આપદામાં માનવસેવા માટે હંમેશા અગ્રેસર રહેતા પંજાબી ભાઈઓ હાલ કુદરતી પ્રકોપનો ભોગ બન્યા છે, ત્યારે આ યુવાનોએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે રોકડ રકમ, ખાવા-પીવાનો કાચો સામાન, બાળકો, મહિલાઓ અને પુરુષો માટેના કપડાં, અને પાણીથી બચવા માટે તાડપત્રી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો મોટો જથ્થો એકત્ર કર્યો છે.આ સમગ્ર સામાન એક ચેનલ મારફતે પંજાબ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યુવાનોના ઉમદા કાર્યથી સ્પષ્ટ થાય છે કે, મુશ્કેલીના સમયમાં સમગ્ર દેશ એક થઈને મદદ કરવા તૈયાર રહે છે અને માનવતા જ સર્વોપરી છે.