વાંકાનેર : વાંકાનેરના લુણસરિયા ફાટકે એક માલગાડી ઓચિંતી ઉભી રહી ગયા બાદ ફાટક કલાકો સુધી બંધ રહેતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. જેને કારણે વાહનચાલકો પરેશાન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લુણસરિયા ફાટક નં.50એ રેલવે ટ્રેક ઉપર એક માલગાડી ઉભી રહી જતા ફાટક કલાકો સુધી બંધ રહી છે. જેને કારણે અનેક વાહનચાલકો ફસાયા હતા. આ મામલે વાંકાનેરના સ્ટેશન માસ્તર ધર્મેન્દ્રકુમારે જણાવ્યું કે આ ટ્રેન અંદાજે 1 કિમિ લાંબી છે. તે એકમાત્ર લુણસરિયામાં ઉભી રહી શકે છે. આગળ પાસ ન મળવો કે ચેકીંગ કરવા જેવા કારણસર આ ટ્રેનને થોભાવવામાં આવી છે. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ટ્રેન સીધી તેના નિર્ધારિત સ્થળે જ પહોંચશે.