પાણીની આવક ઘટીને 2592 ક્યુસેકએ પહોંચીમોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના ખોલવામાં આવેલા 2 દરવાજા અઢી ફૂટમાંથી ઘટાડીને બે ફૂટ કરવામાં આવ્યા છે. પાણીની આવકમાં ઘટાડો થતા હવે ક્રમશઃ પાણી છોડવામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારોને પાણી પૂરું પાડતો મચ્છુ-2 ડેમ ગઈકાલે રાત્રીના ઓવરફ્લો થતા જ ખુશીની લહેર છવાઈ ગઈ છે. દરવાજાના કામ માટે ખાલી કરવામાં આવેલો આ ડેમ માત્ર 2 જ મહિનામાં સંપૂર્ણ ભરાઈ ગયો છે. અત્યાર સુધી આ ડેમના 2 દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવેલા હતા. પણ હવે પાણીની આવક ઘટીને 2592 ક્યુસેક થઈ છે. જેથી રાત્રે 8 વાગ્યે બન્ને ખોલેલા દરવાજા અઢી ફૂટમાંથી ઘટાડીને બે ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.