મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પાસા હેઠળ ડિટેઈન કરીને સુરત જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા નિજામભાઈ ઉર્ફે નિજો હૈદરભાઈ જેડા/મીયાણા (ઉંમર ૩૨, રહે. મોરબી, વિશીપરા, મદીના સોસાયટી) વિરુદ્ધ પાસા દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇશ્યૂ કરી આરોપી નિજામભાઈની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. આરોપીને આજે રોજ પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરી સુરત જેલ હવાલે કરાયો છે.