ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામ નજીક ત્રિશુલ કારખાના પાસે જીજે - 03 - એનબી - 7995 નંબરની ઇકો કારના ચાલકે બીએમડબલ્યુ કાર નંબર જીજે - 36 - એફ - 1988ને પાછળથી ટક્કર મારી નુકશાન પહોંચાડતા બીએમડબલ્યુ કારના ચાલક કમલેશભાઈ કાંતિભાઈ ચાંગેલા રહે.એકવા મેજેસ્ટિક સોસાયટી, કટારીયા ચોકડી, રાજકોટ વાળાએ ઇકો ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.