માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ત્યારે તાલુકાના જુના ઘાંટીલા ગામે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે અને કપાસના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જુના ઘાંટીલા ગામના સરપંચે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેના કારણે કપાસના પાકને મોટું નુકસાન થયું છે. જેથી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે.