મોરબી : માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર અકસ્માતના વિચિત્ર બનાવના એડટોન કારખાના નજીક બાઈક ઉભું રાખીને ઉભેલા ગેસ કુકર રીપેરીંગ તેમજ ખેતી કામ કરતા યુવાનને રિવર્સમાં આવેલ ટ્રક ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મહીસાગર જિલ્લાના વતની અને હાલમા ચરાડવા ગામે ખેતી કરવાની સાથે ગામડે ફેરી કરી ગેસ કુકર રીપેર કરવાનું કામ કરતા બળવંતભાઈ મણીભાઈ વાદી અને તેમના મિત્ર ભૂપતસિંહ રમેશભાઈ વાદી ગત તા.3ના રોજ ગામડે ફેરી કરી લઘુશંકા કરવા માટે હળવદ - માળીયા હાઇવે ઉપર એડટોન કારખાના પાસે ટ્રક પાછળ ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક ટ્રક રિવર્સમા લેતા બળવંતભાઈ વાદીને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક નાસી જતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.