મોરબી: નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક દરિયાલાલ હોટેલ પાસે બિસ્માર રસ્તા અને પાણી ભરાવાને કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે. ગઈ કાલે જ્યાં એક હિટાચી મશીન ફસાયું હતું, તે જ જગ્યાએ માલ ભરેલી એક બોલેરો ગાડી પણ ફસાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ આ વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ નેશનલ હાઇવેની હાલત અત્યંત ખરાબ છે અને ઠેર-ઠેર પાણી ભરાયેલા રહે છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે ત્રણ સાંસદોએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, રોડ ઓથોરિટી ક્યારે જાગે અને લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે.