જીવન જરૂરી વસ્તુઓ એકઠી કરીને પંજાબ મોકલાશેટંકારા : પંજાબ રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે માનવતાના ધોરણે ટંકારનાનો સુન્ની મુસ્લિમ સમાજ આગળ આવ્યો છે અને પંજાબમાં જીવન જરૂરી વસ્તુ પહોંચાડવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે.ટંકારા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા પંજાબમાં મદદ મોકલવા માટે અનાજ, કપડાં, ગોદડા, આર્થિક સહાય સહિતની વસ્તુઓ મુહિમ શરૂ કરી છે અને જે કોઈ લોકોને યથાશક્તિ વસ્તુઓ દાનમાં આપવી હોય તો અતીક એન્ટરપ્રાઈઝ, મુમના સોસાયટી અથવા લાલશાહપીર દરગાહમાં જમા કરાવવા અનુરોધ કરાયો છે. હાલ અનેક લોકો યથાશક્તિ વસ્તુઓ પહોંચાડી રહ્યા છે અને તેને એકત્ર કરીને ટૂંક સમયમાં જ આ વસ્તુઓ પંજાબમાં પહોંચાડવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 9067387860, 9825754243, 9824862797 પર સંપર્ક કરવા જણાવાયું છે.