ટંકારા : કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાના મઢે દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે ટંકારા તાલુકાના લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિકો માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 37 વર્ષથી કાર્યરત લજાઈ ગામ સમસ્ત મા આશાપુરાના નવલા નોરતા દરમિયાન લાખો ભાવિકો પદયાત્રા કરી કચ્છમાં જતા હોય છે ત્યારે લજાઈ ચોકડી પાસે પદયાત્રી સેવા કેમ્પનો આજ 8 સપ્ટેમ્બર ને સોમવારે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્ત દ્વારા આ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં રાત્રી રોકાણ, સવારે નાસ્તો, બપોરે ભોજન, રાત્રે ભોજન, ચા-પાણી, નારિયેળ પાણી, સુકો નાસ્તો, થેપલા, દહીં, મોહનથાળ, મેડિકલ સેવા, મસાજ મશીન સાથે તમામ સુવિધા કેમ્પમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે મો.નં. 9825380343 અથવા 9726920521 પર સંપર્ક કરવા જણાવાયું છે.