માળિયા (મિયાણા) : મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ માળિયા તાલુકામાં નોંધાયો છે ગત રાત થી અત્યારે બપોર સુધી માળિયા તાલુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નાના ભેલા, સરવડ જેવા ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બપોર બાદ રાહતના સમાચાર એ છે કે વરસાદની ગતિ ઘટી છે અને હવે લોકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે.