રાત્રે એક અથવા બે દરવાજા ખોલાય તેવી સંભાવના : કાલે સવારે મ્યુનિ.કમિશનર નવા નિરના કરશે વધામણાંમોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ આજે મોડી રાત્રીના જ ઓવરફ્લો થઈ જાય તેવી શકયતા છે. જેથી રાત્રે જ ડેમના એક અથવા બે દરવાજા ખોલવા પડે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ અને ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લીધે મચ્છુ-2 ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. બે મહિના પહેલા ખાલી થયેલો ડેમ અત્યારે સંપૂર્ણ ભરાઈ જવાની અણીએ પહોચ્યો છે. ડેમની સપાટી 33 ફૂટમાં માત્ર 5 સેન્ટીમીટર બાકી રહી છે. આ અંગે ડેમના અધિકારી ભાવિન પનારાએ જણાવ્યું કે ડેમમાં પાણીની આવક ઘટીને હાલ 2636 ક્યુસેક થઈ છે. હાલ ડેમ 98.98 ટકા ભરાયો છે. રાત્રે 1થી 2 વાગ્યાના આસપાસ ડેમ ઓવરફલો થાય તેવી શકયતા છે. જો આવક હજુ ઘટે તો સવાર સુધીમાં ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થઈ શકે છે. હાલની શકયતા જોતા મોડી રાત્રીના એક અથવા બે દરવાજા ખોલવા પડે તેવી સંભાવના છે.વધુમાં મચ્છુ-2 ડેમ શહેરને પાણી પૂરું પાડતો હોવાથી ડેમ ઓવરફ્લો થતા સવારે 9:30 કલાકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ નાયબ કમિશનરો ડેમ સાઇટ ઉપર જઈ નવા નીરના વધામણાં કરશે.