મોરબી : મોરબીમાં ગત રાત્રીથી વરસાદ યથાવત છે. તેવામાં હજુ ભારે વરસાદની આગાહીને પગલે અનેક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. શાળા સંચાલકોએ પોતાની રીતે સલામતી માટે રજાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.