રાજુભાઈ કરપડા હાજર રહેશે : મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા હાંકલ હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે આવતીકાલે 9 સપ્ટેમ્બરના રોજ સાંજે 8:00 વાગ્યે ખેડૂત મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા અપીલ કરાઈ છે. ખેડૂતોને મૂંઝવતા વિવિધ પ્રશ્નોને લઈ નવા દેવળીયા ખાતે આવેલ મહાદેવ મંદિર સામે આવતીકાલે તારીખ-9-9 2025ને મંગળવારના રોજ સાંજે 8:00 વાગ્યે ખેડૂત મહાસભા યોજાશે. જેમાં આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા સહિત ખેડૂત આગેવાનો હાજર રહે છે.આ ખેડૂત સભામાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહે તેવી અપીલ કરાઈ છે. તેમ યાદીમાં જણાવાયું છે.