હળવદ : સમગ્ર મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયાં છે. ત્યારે હળવદમાં ગોલાસણ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી -1) ડેમ પાણીની આવકથી 100% ભરાયો છે. જેથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. હળવદના હરપાલ સાગર (બ્રહ્માણી -1 ) ડેમ 100% ભરાયા બાદ 871 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક પણ થઈ રહી છે. ડેમના હેઠવાસમાં આવતા ગામો જેમાં (૧)ગોલાસણ, (૨) પાંડતીરથ, (૩)મેરૂપર.(૪)સુંદરગઢ, (૫)શિરોઈ, (૬) સુસવાવ.(૭)કેદારીયા (૮)ધનાળા, (૯) રાયસંગપુર. (૧૦)મયુરનગર, (૧૧) ચાડધ્રા (૧૨)ટીકર, (૧૩) માનગઢ, (૧૪) મિયાણી, (૧૫)અજીતગઢ આ તમામ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર લઈને ન જવા માટે સૂચના આપવામાં આવી છે.