શાકભાજી સિવાય અન્ય જણસીઓની આવક ઘટીમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8 સપ્ટેમ્બર ને સોમવારના રોજ જણસીઓની આવકમાં ઘટાડો થયો છે. મોરબી પંથકમાં વરસી રહેલા વરસાદના કારણે ઘઉં અને બાજરાની જ નહીંવત આવક થઈ છે બાકીની જણસીઓની આવક થઈ શકી નથી. જેમાં 18 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે અને ઘઉંના સૌથી ઉંચા ભાવ 538 રૂપિયા પ્રતિમણ બોલાયા છે. જ્યારે બાજરાના ભાવ 500 રૂપિયા પ્રતિમણ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 300 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 200 રૂપિયા, ગુવારના 800 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 360 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.