ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં 362 ફીડર અને 179 ગામોમાં અંધારપટ્ટમોરબી : છેલ્લા ત્રણથી ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે 362 ફીડર અને 179 ગામોમાં અંધારપટ્ટ છવાયેલ છે, મોરબી જિલ્લામાં પણ વરસાદને કારણે 4 વીજ થાંભલા પડી જવાની સાથે 2 ટીસી ડેમેજ થતા 2 ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.પીજીવીસીએલના સતાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના 12 સર્કલમાં જ્યોતિગ્રામ યોજનાના 42 ખેતીવાડીના 308 અને જીઆઇડીસીના નવ મળી કુલ 362 ફીડર બંધ થયા હતા. સાથે જ ભારે વરસાદમાં મોરબી જિલ્લામાં ચાર સહિત સૌરાષ્ટ્રમા 90 વીજપોલ તેમજ સાત ટીસી ડેમેજ થતા કુલ 179 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ થયો હતો જેમા મોરબીના પણ બે ગામનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભુજમાં 88 અને અંજાર સર્કલ હેઠળના 87 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ થયો છે.