ટંકારા : ટંકારા શહેરમાં સતત વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં આવેલી વાઘજી બાપાના નાકાની શેરીમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.