ધાંગધ્રા રોડ પર કોંગ્રેસનું કાયમી કાર્યાલય ખુલ્લું મુકાયું : આગેવાનો હાજર રહ્યા હળવદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તાલુકા અને શહેરના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં હળવદ શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખની પણ નિમણૂક કરાઈ હતી. જેથી બંને નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારંભ તેમજ કાર્યકર્તા સંમેલન શહેરની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે યોજાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. હળવદમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મહિપાલસિંહ રાજભા ઝાલા અને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ગોપાલભાઈ મશરૂભાઈ દોરાલાની નિયુક્તિ કરાઈ હતી. બંને નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારંભ તેમજ કાર્યકર્તા સંમેલન શહેરમાં આવેલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે યોજાયુ હતું. આ પ્રસંગે કોંગ્રેસ આગેવાન લલિતભાઈ કગથરા, ગીતાબેન પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, અમદાવાદ થી મેહુલભાઈ ભરવાડ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે સાથે હળવદમાં ધાંગધ્રા રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કમાં કાયમી કોંગ્રેસના કાર્યાલયને આગેવાનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.