આ પ્રોગ્રામ આગામી તા. 14 સપ્ટેમ્બરના રોજ યોજાશેમોરબી : ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન - અવકાશની સફર પ્રોગ્રામનું નિ:શુલ્ક આયોજન જે તારીખ 7-9-2025ના રોજ આયોજન હતું તે વરસાદના કારણે મોકૂફ રાખેલ છે. આ પ્રોગ્રામ આગામી તારીખ 14-9-2025ના રોજ યોજવામાં છે. સૌરાષ્ટ્રની એક માત્ર ઇસરો સ્પેસ ટ્યુટર તરીકે રજીસ્ટર સંસ્થા દાદુ ફાઉન્ડેશન મોરબી દ્વારા શ્રી ટી. ડી. પટેલ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા આગામી તારીખ 14-9-2025ને રવિવારે રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન - અંતરિક્ષની સફર પ્રોગ્રામ નું આયોજન કરેલ છે. જેમાં મોબાઈલ પ્લાનેટેરિયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવવામાં આવશે, આ પ્લાનેટેરિયમમાં બાળક પોતે અવકાશમાં ફરતો હોય તેવી તેને અનુભૂતિ થશે. આ પ્લાનેટેરિયમમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સોલાર સિસ્ટમ, જંગલ ટૂર વગેરે ની સફર કરાવવામાં આવશે.આ પ્રોગ્રામમાં દરેક લોકો કે જે અવકાશ વિશે જાણવાની રુચિ ધરાવતા હોય તેવા બાળકો, વાલીઓ વગેરે ભાગ લઇ શકશે. સાથે સાથે લાઈવ રોબોટિક્સ ગેમ જેવી કે રોબોટ ફૂટબોલ, રોબોટ રેસ જેવી ગેમો રમવાનો મોકો મળશે. કુલ 2 શોનું આયોજન કરેલ છે જેમાં પહેલો શો સમય 5 થી 5:30 અને બીજો શો 5:30 થી 6 કલાકનો રહેશે.