ટંકારા : ટંકારા શહેરમાં વરસાદના કારણે અનેક શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી અનેક ઘરોમાં પણ ઘૂસી ગયા છે. ત્યારે ટંકારાની જીવાપરા શેરીમાં વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન થઈ ગયા છે. વરસાદી પાણીના નિકાલ બંધ થતા શેરીમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરી ન હોવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાનો પણ રહીશો આરોપ લગાવી રહ્યા છે.