ડબલ પટ્ટીનો રોડ સિંગલ પટ્ટીનો થઈ જતો હોવાથી અકસ્માતોની ભીતિ સર્જાઈ વાંકાનેર: વાંકાનેરથી માટેલ થઈને વરડુસર ગામને જોડતો નવો માર્ગ બનાવવામાં આવ્યો છે પરંતુ માર્ગનું કામ છેલ્લા છ મહિનાથી અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર ઘણી જગ્યાએ ડબલ પટ્ટીનો માર્ગ અચાનક સિંગલ પટ્ટીનો બની જાય છે, જેના લીધે વાહનોની અવરજવર મુશ્કેલ બની છે.રોડ પરના આવા કટકે કટકે કરેલા કામના કારણે ઘણી જગ્યાઓ પર ડબલ પટ્ટી રોડ સિંગલ પટ્ટીનો થઈ જાય છે. તેથી અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેથી આ માર્ગના અધૂરા કામને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા માંગ કરાઈ છે.