મોરબી : મોરબી શહેરના રવાપર વિસ્તારમાં આવેલ રામસેતુ સોસાયટીમા પાર્કિંગમાં પડેલી ગાડી મુદ્દે ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા બે આરોપીઓએ માતાપુત્રને ઇટ અને લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપર વિસ્તારમાં આવેલ રામસેતુ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ રમેશભાઈ ગડારાએ આરોપી સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા અને આરોપી લાલાભાઈ નાનજીભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સામેના એપાર્ટમેન્ટમાં રહેતા હોય પાર્કિંગમાં પડેલી ગાડી બાબતે ગાળો બોલતા હોવાથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઇ ભાવિનભાઈ તેમજ તેમના માતાને ઇટ ફટકારી લાકડી વડે માર માર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.