મોરબી : જય મા આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ ફરી એક વાર તારીખ 10-9-2025 થી કામધેનુ પાર્ટી પ્લોટ કંડલા બાયપાસ રોડ પર માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરી રહ્યું છે. જેમાં અનુભવી ડોક્ટરોની ટીમ હશે જે ભાવિભક્તો માટે સંપૂર્ણ મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે તથા અલ્પાહાર ચા-પાણી તથા રાત્રિરોકાણની વ્યવસ્થા કરાઈ છે. તો સર્વે ભાવિભક્તોને આ કેમ્પનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે. તમામ માતાના મઢ જતા પદયાત્રીકો મદદ માટે મો. નં. 7043306056 તથા 8780240066 પર સંપર્ક કરી શકે છે.