ખાડામાં હિટાચી મશીન પલટી જતા હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો મોરબી : નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે મોરબીમાં હાઇવે પર રોજબરોજ અકસ્માતો સર્જાય છે. સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે અને હાલ ચોમાસાના કારણે આ ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે મોરબી નેશનલ હાઈવે પર રફાળેશ્વર પાસે આવેલ દરિયાલાલ હોટલ પાસે સર્વિસ રોડ પર એક હિટાચી મશીન પલટી મારી ગયું છે.આજરોજ મોરબી નેશનલ હાઈવે પર દરિયાલાલ હોટલ પાસે સર્વિસ રોડ પર હિટાચી મશીન પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન રોડ પર પાણી ભરાયેલું હોય અને નીચે ખાડો ન દેખાતા હિટાચી મશીન પલટી મારી ગયું હતું. આ મશીનને ખસેડવા માટે ચાર જેટલી હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવી પડી છે. રોડ પર જ આ ક્રેન રાખવામાં આવતા લાંબા સમય સુધી હાઇવેની બંને તરફ વાહન વ્યવહાર બંધ કરી દેવો પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો