ટંકારા : ભારે વરસાદના પગલે અગાઉ 90 ટકા ભરાયેલ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલો ડેમી-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 776 ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. તેમજ પરિસ્થિતિને ધ્યાને રાખીને ડેમની નીચેના વિસ્તારોમાં આવતા ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.જેમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોરબી તાલુકાના મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર, બેલા ગામ તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા, પોતાની માલ-મિલકત અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને સાવચેત રહેવા જણાવાયું છે.