સવારે છ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ બપોરે હળવો થયોમોરબી : હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કચ્છ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ તેમજ મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે રવિવારે સવારથી મેઘમંડાણ થયા હતા.સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી અને ટંકારામાં બબ્બે ઈંચ વરસાદ વરસ્યો હતો.અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.મોરબી ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ 35 મીમી એટલે કે સવા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં 50 મીમી, ટંકારામા 50 મીમી, માળીયા મિયાણામાં 32 મીમી, વાંકાનેરમાં 22 મીમી અને હળવદમા 19 મીમી વરસાદ વરસ્યો હતો.સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીનો વરસાદમોરબી 50 મીમીટંકારા 50 મીમીમાળીયા 32 મીમીવાંકાનેર 22 મીમીહળવદ 19 મીમી