મોરબી : મોરબી શહેરમાં પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે ત્યારે મોરબીના સામા કાંઠે આર્ટસ કોલેજ પાસે સાયન્સ કોલેજ રોડ પર કમ્પાઉન્ડ વોલ પાસે રહેલું એક વિશાળ વૃક્ષ ધરાશાઈ થઈ ગયું છે. રોડ પર જ વૃક્ષ ધરાશાઈ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.