મોરબી : નવરાત્રી દરમ્યાન કચ્છ માતાના મઢ દર્શને પગપાળા જતા યાત્રીઓ માટે ભરતનગર માળીયા મોરબી હાઇવે કેનાલ પાસે તા. 12-9-2025 થી તા. 17-9-2025 દરમ્યાન મા ભરોસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં સતત 15માં વર્ષે સેવા આપશે. આ કેમ્પમાં યાત્રીઓને ગરમ પાણી, ચા-નાસ્તો, મેડિકલ તથા સોડા મશીન દ્વારા ઠંડા-પીણાં, શાંત વાતાવરણમાં આરામદાયક તથા ઠંડા વાતાવરણમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે.