રાણીબાગમાં અનેક પ્રકારના નવા છોડ-વૃક્ષોનું વાવેતર કરાશે: કૃત્રિમ તળાવ આકર્ષણનું કેન્દ્ર બનશે મોરબી: મોરબીને હરિયાળું અને સુંદર શહેર બનાવવા માટે મોરબી મહાપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ગાર્ડન શાખા દ્વારા રાણીબાગના વિકાસ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ રાણીબાગમાં અનેક પ્રકારના નવા છોડ-વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.આ ઉપરાંત, આ જગ્યાની આસપાસ એક નાનો કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવશે. આ વિકાસ કામો પૂર્ણ થયા બાદ મોરબીના લોકોને ફરવા માટે એક નવું અને આકર્ષક સ્થળ મળી રહેશે. મહાપાલિકાના આ પગલાથી શહેરની પ્રકૃતિનું સૌંદર્ય વધશે અને નાગરિકોને કુદરતી વાતાવરણનો અનુભવ થશે. આ પ્રોજેક્ટથી મોરબીના પર્યાવરણને પણ લાભ થશે.