નવા મીટર ઇન્સ્ટોલ થયા બાદ સ્ટ્રીટ લાઇટ સમયસર ચાલુ-બંધ થઈ શકશેમોરબી: મોરબી મહાપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર માર્ગપ્રકાશની વ્યવસ્થા સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સતત ચાલુ રહેવાની સમસ્યા હતી, તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.આ સમસ્યાના નિવારણ માટે, ઇલેક્ટ્રિકલ શાખાએ PGVCL માં નવા મીટર ઇન્સ્ટોલ કરવા માટે અરજી કરી છે. આ નવા મીટર ઇન્સ્ટોલ થયા બાદ સ્ટ્રીટ લાઇટ સમયસર ચાલુ-બંધ થઈ શકશે. અત્યાર સુધીમાં કુલ 55 મીટર માટે અરજી કરવામાં આવી છે, જેમાંથી 39 મીટર માટે ક્વોટેશન પણ આવી ગયા છે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ, આ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા સુચારુરૂપે ચાલશે. મહાપાલિકાનો હેતુ આગામી સમયમાં મોરબીના નાગરિકોને યોગ્ય અને સંપૂર્ણ સુવિધા પૂરી પાડવાનો છે. આ પ્રયાસોથી શહેરના માર્ગો પરની સુરક્ષા પણ વધશે.