કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આ કેન્દ્રમાં સરકારની લોકહિત, શૈક્ષણિક, આરોગ્ય અને બિન અનામત આયોગને લગતી યોજનાની માહિતી અપાશે અને નિઃશુલ્ક ફોર્મ ભરી અપાશેમોરબી : શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા સંચાલિત પાટીદાર જનસેવા કેન્દ્રનો આવતીકાલ તા. 7-9-2025ને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે પટેલ કન્યા છાત્રાલય ખાતે શુભારંભ લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શુભારંભ લોકાર્પણ સમારોહમાં પાટીદાર જનસેવા કેન્દ્રના શુભારંભની સાથે સાથે સન્માન સમારોહ યોજાશે. જેમાં પાટીદાર કેરિયર એકેડમીમાંથી અભ્યાસ કરી સરકારી ફરજ બજાવતા વિદ્યાર્થીઓનું સન્માન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ટ્રેઇનિંગ ક્લાસની તૃતીય બેચના તાલીમાર્થીને સર્ટિફિકેટ અર્પણ, બ્યુટીપાર્લર ટ્રેઇનિંગ ક્લાસની ચતુર્થ બેચના તાલીમાર્થી બહેનોને સર્ટિફીકેટ અર્પણ, 135 તાલીમાર્થી માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ટ્રેઇનિંગ ક્લાસની ચોથી બેચને તેમજ 75 વિદ્યાર્થીઓ માટે બેઝિક કમ્પ્યુટર ક્લાસની પ્રથમ બેચને આવકાર આપવામાં આવશે.આ કેન્દ્રમાં સરકારની લોકહિત, શૈક્ષણિક, આરોગ્ય અને બિન અનામત આયોગને લગતી યોજનાની માહિતી અપાશે અને નિઃશુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે. આ કેન્દ્ર શરૂ કરવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલે જહેમત ઉઠાવી છે.