મોરબી : મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકામાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં મોટાભાગના મુખ્ય રસ્તા ઉપર થર્મોપ્લાસ્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જેમાં નવા બસ સ્ટેન્ડ થી ઉમિયા સર્કલ, સ્કાય મોલથી ભક્તિનગર સર્કલ, ગાંધી ચોક થી જયદીપ હાઉસ, નવલખી રોડ વગેરે રસ્તા પર હાલના સમયે થર્મોપ્લાસ્ટની કામગીરી પૂરી કરવામાં આવી છે. અન્ય મુખ્ય રસ્તા પર પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આગામી સમયમાં શહેરના બાકી રહેલા મુખ્ય રસ્તાઓ જેવા કે સેન્ટ મેરી ફાટકથી વીસી હાઈસ્કૂલ, દલવાડી સર્કલથી પીએમ આવાસ, ઉમિયા સર્કલથી લીલાપર વગેરે રસ્તા ઉપર થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા પાર્કિંગ માટે અને ટ્રાફિકને લગતી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પગલા હાથ ધરવામાં આવશે.